ગુજરાતમાં આજે કોરોનાના ૨૪ કેસ, ૧ નું મોત

ગુજરાતમાં મિશ્ર ઋતુની સ્થિતિમાં રોગચાળાના હાઉ વચ્ચે કોરોના ફરી માથું ઉચકતો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે.  કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઈને લોકોએ હોળી ધુળેટીના તહેવારોનો મણેલી મજા મોંઘી પડતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત અને મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના માત્ર ૨૪ પોઝીટિવ કેસ નોંધાયા છે. તેમજ કોરાનાથી મોતનો એક કેસ છે.

 

અમદાવાદમાં ૧૧ લોકો અને સુરતમાં ૧ વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ સુરતમાં ૪ તેમજ રાજકોટમાં ૩ તેમજ મહેસાણામાં ૩ વ્યક્તિને કોરોના થયો છે.  સાબરકાંઠા, વડોદરા અને અમરેલીમાં ૧ – ૧ કેસ સત્તાવાર રીતે જાહેર થયું છે. બીજી બાજુ રાજ્યના અન્ય જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ ૧૫૧ એક્ટિવ કેસો છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૬ લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં  કોરોનાથી સજા થવાનો દર ૯૯.૧૩ % છે. અત્યાર સુધીમાં ૧૨,૬૬,૬૭૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં ડબલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા લાગ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *