અમેરિકા ફરી કરશે પાકિસ્તાનની મદદ

પાકિસ્તાનની સ્થિતિ જોઈને અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડનને દેશ પર દયા આવી ગઈ છે. બાઈડને નક્કી કર્યું છે કે આ દેશને આર્થિક સંકટમાંથી બહાર કરશે..જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ વર્ષ ૨૦૨૪ નાં નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનને ૮૨ મિલિયન ડોલરની આર્થિક મદદ આપવા ઈચ્છે છે. આ મદદ પાકિસ્તાનને વિનાશકારી પૂરથી રાહત, એનર્જી સપ્લાય અને આપાતકાલીન ક્ષમતાઓની તૈયારી વગેરે માટે આપવામાં આવશે.

બાઈડને પાકિસ્તાન પ્રશાસનની તરફથી પાકિસ્તાનને અનેક મિલિનય ડોલરની મિલિટ્રી સહાય આપી હતી. આ મદદ F – ૧૬ નાં અપગ્રેડેશનનાં નામ પર દેશને આપવાનું એલાન કર્યું હતું.

વિદેશ વિભાગે જણાવ્યું કે પાકિસ્તાનને મળનારી આ મદદ ખાનગી સેક્ટરની આર્થિક પ્રગતિને વધારશે, લોકતાંત્રિક સંગઠનો મજબૂત કરશે, જાતીય સમાનતા અને મહિલા સશક્તિકરણને પણ વધારશે. નિશ્ચિત ધોરણે ઓછી થઈ રહેલી વિદેશી મૂળી ભંડાર અને રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આ રકમ ઘણી મદદગાર સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *