પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ-એલોટમેન્ટ અને જમીન શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજો માટે ઓનલાઈન સુવિધા કરાઈ ઉપલબ્ધ
GIDCની પ્રિ-એલોટમેન્ટ, પોસ્ટ એલોટમેન્ટ અને જમીન શાખા એમ ત્રણ મુખ્ય શાખાના મહત્વપૂર્ણ દસ્તાવેજોના સંકલન એવા કમ્પોડિયમનું મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોન્ચ થયેલા આ કમ્પોડિયમની ઓનલાઈન સુવિધા પણ સ્ટેકહોલ્ડર્સ માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ કમ્પોડિયમમાં ત્રણ મુખ્ય શાખાઓના મહત્વપૂર્ણ પરિપત્રો, નીતિ-નિયમોની અદ્યતન માહિતી એક જ જગ્યાએથી મળતી થવાને પરિણામે સ્ટેકહોલ્ડર્સનો સમય બચશે અને કામકાજ સરળ બનશે. વિવિધ પરિપત્રોની લાગુ પડતી ગૂંચવણો દૂર થઈ જવાથી અરજીઓનો ઝડપી નિકાલ આવશે. તેમ જ GIDCની સેવાઓનો લાભાર્થીઓને વધુ વિસ્તૃત લાભ મળી રહેશે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પહેલ હેઠળ, ૪ અરજીઓ IFP સાથે સંકલિત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૩૫,૦૦૦ થી વધુ અજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.