ટેરર ફંડિંગ અને અન્ય આતંકવાદી પ્રવૃતિઓ વિરુદ્ધ NIAએ કરી કાર્યવાહી
જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થાને આજ સવારથી NIA દ્વારા દરોડા અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે. આતંકવાદી પ્રવૃત્તિના સંદર્ભમાં શ્રીનગર, કુલગામ,પુલવામા, અનંતનાગ અને શોપિયાંમાં NIAના દરોડા પડ્યા છે.
ટેરર ફંડિંગ સહિતના કેસમાં આ કાર્યવાહી થઇ રહી છે. આતંકવાદી જૂથો સુધી ડ્રગના નાણા પહોંચતા હોવાના ભાગલાવાદીઓના નેટવર્કનો પર્દાફાસ કરવા આ કાર્યવાહી થઇ રહી છે.