ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ – 10 અને ધોરણ – ૧૨ ની પરીક્ષાનો આજથી ૧૪ માર્ચથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આજે ધોરણ – ૧૦ બોર્ડનો ગુજરાતી વિષયનો પેપર હતો. જે પેપરમાં એક પ્રશ્નમાં માધ્યમિક શિક્ષણ બોર્ડનો ગંભીર છબરડો જોવા મળ્યો છે જેને લઈ વિદ્યાર્થીઓ એસમંજસમાં મુકાયા હતાં.
ધોરણ – ૧૦ ના ગુજરાતી વિષયના પેપરમાં બોર્ડનો મોટો છબરડો જોવા મળ્યો છે. ગુજરાતીના પેપરમાં પ્રશ્ન નંબર ૨૨ ના અથવામાં પ્રશ્ન હતો કે, મુક્તક એટલે શું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. માં રઈશ મણિયાર શું કહેવા માગે છે ? કવિ રહિશ મણિયારની જગ્યાએ બરકત વિરાણી (બેફામ) આવે. પરંતું બોર્ડે આ પ્રશ્નમાં ભાગરો વાટ્યો છે જેને લઈ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. બોર્ડના પ્રથમ પેપરમાં જ આવી ગંભીર ક્ષતિને લઈ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતાં.
વિભાગ ૨ ના દસથી બાર વાક્યોના મુદ્દાસર ઉત્તરમાં ૨૧ અને ૨૨ નંબરના બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં ૨૨ નંબરના અથવાના પ્રશ્નમાં જ ભૂલ છતી થઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓને ૪ માર્કસનો ફર્ક પડી શકે છે. ત્યારે ગુજરાત બોર્ડ આ છબરડાના પ્રશ્નને કેવી રીતે ઉકેલશે તે જોવું રહ્યું. હાલ તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નને લઈ મુંઝવણમાં છે. હાલ સુધી પણ બોર્ડ તરફથી કોઈ ચોખવટ કરવામાં આવી નથી.