જાણો ૧૫/૦૩/૨૦૨૩ બુધવાર નું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ


૧૫/૦૩/૨૦૨૩ બુધવાર
માસ ફાગણ
પક્ષ કૃષ્ણ
તિથિ આઠમ સાંજે ૦૬:૪૫ પછી નોમ
નક્ષત્ર જ્યેષ્ઠા સવારે ૦૭:૩૨ પછી મૂળ
યોગ સિદ્ધિ બપોરે ૧૨:૫૧ પછી વ્યતિપાત
કરણ કૌલવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા મળશે. તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે. જ્યારે વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે. અને આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે. તેમજ શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે અને કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે.  જ્યારે આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર-ધંધામાં સારા લાભ જણાશે. તેમજ નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે. જ્યારે બઢતીની ઉત્તમ તક મળશે. તેમજ પરિવારમાં શાંતિ જણાશે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે. તેમજ વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. જ્યારે કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે. તેમજ કર્મચારીથી સારો સહયોગ મળશે.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે. જ્યારે નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે. તેમજ ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે અને સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકોને આજનો દિવસ મામા-મોસાળથી લાભ થશે. તેમજ વાણી-વર્તનમાં કાળજી રાખવી. જ્યારે સગા-વ્હાલાથી પરેશાની જણાશે. અને જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે. તેમજ આર્થિક બાબતે લાભ જણાશે. જ્યારે ભાગ્યોદયની ઉત્તમ તક મળશે. અને તબિયતની બાબતે કાળજી લેવી પડશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામથી લાભ થશે. તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. જ્યારે કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે નવી તકો મળશે. તેમજ ધીરજથી કામની શરૂઆત કરવી. અને મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે. અચાનક બહારગામ જવાનું થાય.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  વેપારમાં નવી યોજના સફળ બનશે. તેમજ નવા લોકોની મુલાકાતથી લાભ થાય. જ્યારે દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. તેમજ માતાના સ્વાસ્થ્યમાં સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે. તેમજ હરિફાઈવાળા કામમાં સફળતા મળશે. તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. જ્યારે કરેલી મહેનત સારું ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. તેમજ નોકરીમાં યશના અવસરો મળશે. જ્યારે પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે. અને સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *