બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ, બે લોકોના મોત; સાત ઘાયલ

બલૂચિસ્તાનના ખુજદારમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે. આ જાણકારી પાકિસ્તાનના મીડિયાએ આપી છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અબ્દુલ કુદ્દુસ બિઝેન્જોએ બોમ્બ હુમલાની નિંદા કરતા કહ્યું કે આતંકવાદીઓ નિર્દોષ લોકો પર હુમલો કરી રહ્યા છે.સરકાર તેમના કોઈપણ ષડયંત્રને સફળ થવા દેશે નહીં. જો કે હજુ સુધી કોઈ સંગઠન કે આતંકવાદી જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. ખૈબર પખ્તુનખ્વાના ટેન્ક જિલ્લા અને પીરવાલામાં અલગ-અલગ હુમલામાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

પાકિસ્તાની મીડિયા અનુસાર, બલૂચિસ્તાનના ખુજદાર શહેરમાં આગા સુલતાન ઈબ્રાહિમ રોડ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ડેપ્યુટી કમિશનર ખુઝદારે પુષ્ટિ આપી હતી કે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરીને એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું.ગયા મહિને આવો જ એક હુમલો થયો હતો જ્યાં બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લામાં ચુંબકીય બોમ્બ હુમલામાં એક પોલીસ વાન ડ્રાઈવર અને એક અધિકારીનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *