ગુજરાત વિધાનસભાના ગૃહના બીજા સત્રના કામકાજની શરૂઆતમાં આજે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, આદિજાતિ વિકાસ તેમજ પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાઈ હતી.
પ્રશ્નોતરીકાળના એક કલાકના સમયગાળા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના તમામ સભ્યોએ ભાગ લીધો હતો અને પ્રશ્નોના જવાબો કૃષિ મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા ગૃહમાં રજૂ કરાયા હતા. ત્યારબાદ ગૃહમાં ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગ, શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર તેમજ મહેસૂલ વિભાગના જિલ્લા વહીવટ અને કુદરતી આફતો અંગે રાહત વગેરે વિશેની માંગણીઓ પર ચર્ચા હાથ ધરાઈ હતી.