૨૦૨૩ નો ઉનાળો રહેશે વધારે ગરમ, કેન્દ્ર સરકારે અત્યારથી કમર કસી, રાજ્યોને આપ્યાં તૈયાર રહેવાના આદેશ
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યારથી ગરમી સામેના ઉપાયો કરવાનો નિર્દેશ આપી દીધો છે. તેમણે કહ્યું કે ૨૦૨૩ સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની ધારણા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સંબંધિત પડકારોનો સામનો કરવા માટે પૂરતી રીતે તૈયાર રહો. ગૌબાએ આગામી ઉનાળાની તૈયારીઓની સમીક્ષા માટે એક બેઠકની અધ્યક્ષતામાં આ સૂચનાઓ આપી હતી.
રાજીવ ગૌબાએ કહ્યું કે ૨૦૨૩ સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની અપેક્ષા હોવાથી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે પૂરતી રીતે તૈયાર રહેવાની જરૂર છે.
ઉનાળાને લઈને પીએમ મોદી પણ મમોટી સમીક્ષા કરી ચૂક્યા છે. અને હવે કેબિનેટ સચિવે બેઠક કરીને રાજ્યોને ચેતવ્યાં છે.
હવામાન ખાતાએ આ વખતના ઉનાળામાં મોટા ભાગના રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહેવાનું અનુમાન કર્યું છે.