ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ નોંધાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, આ ભૂકંપ ન્યુઝીલેન્ડમાં ચીનના સમય મુજબ રાત્રે ૦૮:૫૬ કલાકે આવ્યો હતો.
ન્યૂઝીલેન્ડમાં ગુરુવાર (૧૬ માર્ચ)એ ૭.૧ ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિશ્વમાં ધરતીકંપની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થા યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર ૭.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર હજુ સુધી આવ્યા નથી. જોકે, ભૂકંપ દરિયામાં આવ્યો હોવાથી નિષ્ણાતોનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિલોમીટરની ત્રિજ્યામાં સુનામી આવી શકે છે.