રાષ્ટ્રપતિ આજે INS વિક્રાંતની મુલાકાત લેશે
રષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કેરળ, તામિલનાડુ અને લક્ષદ્વિપના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત આજે કોચ્ચી પહોંચશે. રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી કેરળ અને લક્ષદ્વિપનો તેમનો પ્રથમ પ્રવાસ કાર્યક્રમ છે. રાષ્ટ્રપતિ આજે કોચીન શીપયાર્ડમાં તૈયાર થઇ રહેલા સ્વદેશ નિર્મીત વિમાન વાહક જહાજ વિક્રાંતની મુલાકાત લેશે. તેઓ આઇએનએસ દ્રોણાચાર્યને પ્રેસિડેન્ટ કલર પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ કાલે કોલ્લમ ખાતે માતા અમૃતાનંદમયી મઠની મુલાકાત લેશે. એ જ દિવસે થિરૂવનન્થપુરમ ખાતે તેમના સન્માનમાં યોજાનારા નાગરિક સન્માન સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 18 માર્ચના રોજ વિવેકાનંદ સ્મારક અને તિરૂવલ્લુર પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ૧૯ માર્ચના રોજ રાષ્ટ્રપતિ કવરત્તી ખાતે સ્વયં સહાયતા જૂથોના સભ્યો સાથે સંવાદ કરશે.