કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. હવામાન વિભાગે કમોસમી વરસદની આગાહી કરી હતી જેના પગલે આજે રાજ્યના આઠ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગીર પંથકના વાતાવરણમાં પલટો જેવા મળ્યો છે તેમજ અમરેલી જીલ્લામાં પણ ફરી કમોસમી વરસાદ પડતાની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજ્યમાં કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતત બન્યા છે આજે રાજ્યના આઠ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આજે અમરેલી, બોટાદ, ડાંગ, ધારી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા તા. ૧૬ થી ૧૮ દરમ્યાન ગુજરાતનાં મોટા ભાગના જીલ્લાઓમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગીરના વિસ્તારોમાં ભર ઉનાળે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરસીયા,સૂખપુર,ક્રાંગસા,ગોવિંદપૂર, દલખાણીયા,મીઠાપુરમાં કમોસમી વરસાદ થયો છે તો એક બાજુ ગીર સોમનાથના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
ગઢડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થતા કેસર કેરી, ઘઉં અને ચણાના પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઇ રહી છે. તો આ બાજુ હવામાન વિભાગની આગાહીને પગલે ડાંગના વાાતાવરણમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.