ગુજરાત હાઈકોર્ટમાં ૫ નવા જજની કરવામાં આવી નિમણૂક

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપતિ મૂર્મુ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ૫ નવા જજની નિમણૂક કરવામાં આવી છે.

આ તમામ નવનિયુક્ત જજને ગુજરાત હાઈકોર્ટના એક્ટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈએ શપથ લેવડાવ્યા હતા. હાઈકોર્ટના પ્રાંગણમાં આવેલી કોર્ટ નંબર – ૧ માં શપથ દરમિયાન નવનિયુક્ત જ્જ સુસાન વેલેન્ટાઈન પીન્ટો, હસમુખ સુથાર, જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે તથા દિવ્યેશ જોષીએ ન્યાયિક અધિકારીઓએ જજ તરીકે શપથ લીધા હતા. આ સમારોહમાં રાજયના કાયદામંત્રી ઋષિકેષ પટેલ તથા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, હાઈકોર્ટનાં વકિલો તેમજ નવનિયુક્ત જજના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *