ચક્રવાત ફ્રેડીએ દક્ષિણ આફ્રિકાના માલાવીમાં તબાહી મચાવી છે. ચક્રવાત ફ્રેડીથી માલાવીમાં મૃત્યુઆંક ૩૦૦ ને પાર પહોંચ્યો છે. દેશમાં બે સપ્તાહનો રાષ્ટ્રીય શોક અને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે પૂર અને નુકસાનકારક પવનોનું જોખમ ઘણું વધારે છે. માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ ગુરુવારે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પૂર પીડિતો સાથે વાતચીત કરી હતી. ફ્રેડી ચક્રવાત અત્યાર સુધી નોંધાયેલા સૌથી લાંબા સમય સુધી ચાલતા ટ્રોપિકલ ચક્રવાતમાંનું એક છે અને તાજેતરના વર્ષોમાં આફ્રિકામાં સૌથી ભયંકર ચક્રવાત છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાતના પગલે થયેલા વિનાશથી ઘણા લોકો ફસાયેલા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક ચિલોબવેમાં ૩૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો લાપતા છે. શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે. અનેક વિસ્તારોમાં શક્તિશાળી ચક્રવાતનો કહેર જોવા મળી રહ્યો છે.
આ ભીષણ ચક્રવાતએ શનિવારે મધ્ય મોઝામ્બિકમાં તબાહી મચાવી હતી. ચક્રવાત એટલું તીવ્ર હતું કે ઇમારતોની છત તુટી ગઈ હતી અને ભૂસ્ખલનને કારણે માલાવી બાજુના ક્વિલિમેન બંદરની આસપાસ પૂર આવ્યું હતું. માલાવી પણ તેના ઈતિહાસમાં સૌથી ભયંકર કોલેરા પ્રકોપનો સામનો કરી રહ્યું છે. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે ફ્રેડીના કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત ફ્રેડીના કારણે માલાવી, મોઝામ્બિક અને મેડાગાસ્કરમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત પ્રભાવિત દેશોના લોકોના મુશ્કેલ સમયમાં તેમની સાથે છે.