વૈશ્વિક સંમેલનમાં ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધી લેશે ભાગ, PM આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ પર ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવીદિલ્હીના ભારતીય કૃષી સંશોધન સંસ્થામાં ગ્લોબલ મિલેટ એટલે કે શ્રી અન્ન સંમેલનનું ઉદધાટન કરશે. PM મોદી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ પર એક પોસ્ટ ટિકીટ અને સિક્કાનું અનાવરણ કરશે. તેઓ ICAR-IIMRને ગ્લોબલ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે જાહેર કરશે. આ સાથે મિલેટ્સ પર એક વિડિયો જાહેર કરવામાં આવશે. આ સંમેલનમાં ૬ દેશોના કૃષીમંત્રીઓ, આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનીકો, પોષણ વિશેષજ્ઞ, આરોગ્ય વિશેષજ્ઞ, સ્ટાર્ટપ નેતા અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધીઓ સામેલ થશે.