૩૭૭ કરોડ રૂપિયાના ખર્ચે બની છે ભારત- બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ સરહદ પાર ઉર્જા પાઇપલાઇન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે વર્ચુઅલી ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇનનું ઉદધાટન કરશે. આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ પાર પ્રથમ ઉર્જા પાઇપલાઇન છે. જે ૩૭૭ કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશમાં નિર્મિત હિસ્સાપર લગભગ ૨૮૫ કરોડનો ખર્ચ થયો છે. જેને અનુદાન સહાય અનુસાર ભારત સરકારે ખર્ચ ઉઠાવ્યો છે. પાઇપલાઇનમાં વર્ષે એક મિલીયન મેટ્રીક ટન હાઇસ્પીડ ડિઝલ પહોચાડવાની ક્ષમતા છે. જે શરૂઆતમાં ઉત્તર બાંગ્લાદેશના સાત જિલ્લામાં હાઇસ્પીડ ડિઝલ પૂરવઠો પહોચાડશે. આ પાઇપ લાઇન સંચાલનથી ભારતથી બાંગ્લાદેશ HSD લાવવા લઇ જવા પર વિશ્વસનીય અને પર્યાવરણ અનુકુળ સાધન સ્થાપિત થશે અને બન્ને દેશો વચ્ચે ઉર્જા સુરક્ષામાં સહયોગ વધશે.