જાણો ૨૦/૦૩/૨૦૨૩ સોમવાર નું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ


૨૦/૦૩/૨૦૨૩ સોમવાર
માસ ફાગણ
પક્ષ કૃષ્ણ
તિથિ ચૌદસ
નક્ષત્ર શતભિષ
યોગ સાધ્ય સાંજે ૦૪:૧૮ પછી શુભ
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે ૦૩:૧૯ પછી શકુની
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

આજનું દિન વિશેષ

મેષ (અ.લ.ઈ)
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે. તેમજ  કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું. અને સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે.

વૃષભ-(બ.વ.ઉ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે. બચત કરી નાણાકીય વ્યય રોકશો. કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી.

મિથુન (ક.છ.ઘ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શારીરિક અને માનસિક થાક અનુભવશો. તેમજ આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો. નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો.તેમજ  ખાવાપીવામાં કાળજી રાખવી.

કર્ક (ડ.હ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અસંતોષની લાગણી રહ્યા કરશે. તેમજ આર્થિક પાસુ મજબૂત બનશે. જ્યારે સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે. અને ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે.

સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય. વિદેશથી મોટા લાભની સંભાવના. તેમજ ભાગીદારો સાથે મતભેદ જણાય. અને ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો.

કન્યા (પ.ઠ.ણ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. તેમજ દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે. જ્યારે આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે. અને તણાવ અને ટેન્શનથી દૂર રહેવું.

તુલા (ર.ત)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે. તેમજ કરેલી મહેનત ફળદાયી બનશે. જ્યારે સાસરા પક્ષથી લાભ મળશે. અને વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.

વૃશ્ચિક (ન.ય)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો. તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે. જ્યારે આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો મળશે. તેમજ કામમાં આનંદની અનુભૂતિ થશે. જ્યારે ધાર્મિક કામમાં મન લાગશે. મોસાળ પક્ષે લાભ મળશે

મકર (ખ.જ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ સફળ બનશે.તેમજ મોટા ભાઈથી સહયોગ મળશે. જ્યારે કારણ વગરના વાદ-વિવાદથી બચવું. તેમજ આર્થિક લાભ સામાન્ય જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક સાધારણ પરેશાની રહેશે. તેમજ કામકાજમાં નિષ્ફળતાથી બચવું. જ્યારે ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે. આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે. તેમજ નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે. જ્યારે નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે. અને તબિયત બાબતે અનુકૂળતા જણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *