ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે પોતાનું બેસ્ટ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે ગુજકેટ ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ગુજકેટની પરીક્ષાની તારીખ ૦૩/૦૪/૨૦૨૩ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા સોમવારના રોજ ૧૦:૦૦ વાગ્યે જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે.
વિગતવાર વાત કરીએ રાજ્યભરમાંથી ૧.૩૦ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના ૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૬૨૬ બિલ્ડિંગના ૬,૫૯૮ વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.
મહત્વનું છે કે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)એ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે. જેના ફોર્મ જાન્યુઆરી મહિનામાં ભરવામાં આવ્યા હતા.