૨૦૧૭ ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત ૧૦ લોકોની સજા માફ

૨૦૧૭ માં ઉનાકાંડની વરસી નિમિત્તે બનાસકાંઠાના દલિત પરિવારને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવે એ હેતુથી મહેસાણાથી ધાનેરા સુધી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ‘આઝાદી કુચ’ના નામથી રેલી યોજવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૭ માં મંજૂરી વગર રેલી યોજવા મામલે જીગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત ૧૦ લોકોને મહેસાણા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે ૩ માસની જેલ અને ૧૦૦૦ રૂપિયાના દંડની સજા ફરમાવવામાં આવી હતી.

જીગ્નેશ મેવાણી સહિતના તમામ આરોપીઓએ સજા માફીની માંગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. મહેસાણા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી ગ્રાહ્ય રાખી હતી. આજે મહેસાણા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ રદ કર્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રેશ્મા પટેલ સહિત તમામ દોષિતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

દોષિતો:-
૧. જીગ્નેશ મેવાણી
૨. સુબોધ પરમાર
૩. કૌશિક પરમાર
૪. રેશમા પટેલ
૫. ગીરીશ (રમુજી) પરમાર
૬. જોઈતાભાઈ પરમાર
૭. ખોડાભાઈ
૮. અરવિંદભાઇ
૯. ગૌતમભાઈ
૧૦. કપિલભાઈ શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *