કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ તેમના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા માટે દબાણ કર્યું હતું હોવાનું કહ્યું છે. ખાનગી ચેનલના કાર્યક્રમમાં વિપક્ષના આરોપના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વાત કહી કે, નરેન્દ્ર મોદી સરકાર તેમને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ‘દુરુપયોગ’ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે CBI મારા પર દબાણ કરી રહી હતી. આમ છતાં અમે ક્યારેય હાયતોબા નહોતી કરી. રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કૉંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હોય. તેમની પહેલા ૧૯ સાંસદોની સભ્યતા ગઈ, તો લોકશાહી ખતરામાં ન હતી, માત્ર રાહુલ ગાંધીના કિસ્સામાં લોકશાહી ખતરામાં હતી ?
અમિત શાહે કહ્યું કે, હું કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો શિકાર છું. શું કોંગ્રેસે અમારી વિરુધ્ધ ભ્રષ્ટાચારનો કેસ નહોતો કર્યો ? એક એન્કાઉન્ટર થયું હતું. તે સમયે હું ગુજરાતનો ગૃહમંત્રી હતો. CBIએ મારી ધરપકડ કરી હતી. ૯૦ % સવાલોમાં એ જ હતું કે, કેમ પરેશાન થઈ રહ્યા છો, મોદીનું નામ આપી દો, તમને છોડી મૂકીશું. અમે તો કાળા કપડાં નહોતા પહેર્યા, અમે તો કોઈ વિરોધ નહોતો કર્યો. એક રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુધ્ધ એસઆઈટી બનાવવામાં આવી હતી. કોઈ ભ્રષ્ટાચારનો કેસ નહોતો. રમખાણોમાં ભૂમિકાનો ખોટો કેસ કર્યો જેને અંતે સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો હતો. અમે તો કોઈ હાય તોબા નહોતી કરી. કાળા કપડાં પહેરીને અમે તો સંસદને જામ નહોતી કરી. આ સાથે અમિત શાહે કહ્યું કે, મારી ધરપકડ કર્યાના ૯૦ દિવસમાં હાઇકોર્ટે મને જામીન આપ્યાં. કોર્ટે કહ્યું કે, ધરપકડ કરવાં માટે જરૂરી સબૂત નથી.
કોંગ્રેસે તેમની સામે ગુજરાતની બહાર મુંબઈમાં કેસ ચલાવ્યો. પણ મને કોઈ આપત્તિ નહોતી. જોકે ત્યાં પણ કોર્ટે કહ્યું કે, રાજનીતિક બદલાની ભાવનાથી CBIએ રાજકીય ઈશારો પર આ કેસ કર્યો છે. એટલે અમે અમિત શાહ વિરુદ્ધનાઅ કેસ અને તમામ આરોપોને રદ્દ કરીએ છીએ. અમે હાય તોબા નહોતી કરી. ત્યારે પણ આ લોકો જ હતા. પણ અમે એમની સામે કોઈ જૂથો કેસ નહોતો કર્યો.