આજથી ગાંધીનગર ખાતે ભારતની જી – ૨૦ અધ્યક્ષતા અંતર્ગત બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપ એટેલે કે ETWG બેઠક શરુ થશે.
આ ૩ દિવસીય બેઠક દરમિયાન ઉર્જા રૂપાંતરણ સાથે જોડાયેલા વિવિધ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં વૈશ્વિક ખરીદી, હાઇડ્રોજન ઇકો સિસ્ટમ અને ઉર્જા અંતરણને પ્રોત્સાહન આપવા માટે અક્ષય ઉર્જા આપૂર્તિ શ્રેણી ઉપર પણ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમોના માધ્યમથી અપનાવાયેલા વિવિધ પાસા પર પ્રતિનિધિઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરાશે. આ ઉપરાંત બેઠકમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓ ગિફ્ટ સિટી, દાંડી કુટીર અને મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લેશે