અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના પ્રયાસની વધુ એક ઘટના સામે આવી છે. કેનેડાથી ગેરકાયદેસર રીતે USમાં પ્રવેશ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ૮ લોકો ડૂબી ગયા હતા. આ ૮ મૃતકોમાંથી ૪ ગુજરાતીઓ હોવાનું સામે આવ્યુ છે. જેમાં મહેસાણાના વિજાપુરના માણેકપુર ગામના એક જ પરિવારના ૪ લોકો અમેરિકા જતા મોતને ભેટ્યા છે. વિજાપુરના માણેકપુરના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષાબેન ચૌધરી, દીકરી વિધિ ચૌધરી અને દીકરા મિત ચૌધરીનું લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોત થયું છે.
મૃતકો કેનેડાથી હોડી મારફતે અમેરિકા જઈ રહ્યા હતા. નાની હોડીમાં ૮ લોકો સવાર હતા. આ ઘટના ખરાબ વાતાવરણના કારણે આકાર પામી હતી.