CBIનાં ડાયમન્ડ જ્યુબિલી કાર્યક્રમમાં પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ CBI નાં ૬૦ વર્ષ પૂરાં થવાનાં અવસર પર ટિપ્પણી કરી છે. પ્રધાનમંત્રીએ CBIનાં કાર્યક્રમમાં કહ્યું કે ‘તમને ક્યાંય થોભવાની જરૂર નથી. હું જાણું છું તમે જેમની સામે એક્શન લઈ રહ્યાં છો તે અતિ શક્તિશાળા લોકો છે, વર્ષો સુધી તે સરકાર અને સિસ્ટમનો હિસ્સો રહ્યાં છે. આજે પણ તે કોઈ રાજ્યમાં સત્તાનો એક હિસ્સો છે પરંતુ તમને તમારા કામ પર ફોકસ રાખવાનું છે અને કોઈપણ ભ્રષ્ટાચારી બચવો ન જોઈએ.’ પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની જનતાને CBI પર ભરોસો છે.

પીએમ મોદીએ કહ્યું કે,’ CBIએ પોતાના કામથી સામાન્ય લોકોને એક આશા અને શક્તિ આપી છે. CBI પર લોકોને એટલો વિશ્વાસ છે કે તેમના પાસેથી તપાસ માટે તેઓ આંદોલન કરે છે. ન્યાયની એક બ્રાન્ડનાં સમાન CBI એ પોતાને સ્થાપિત કર્યું છે’. CBI નાં ડાયમન્ડ જ્યુબિલી સમારોહમાં તેમણે કહ્યું કે CBI જેવા વ્યાવસાયિક અને લાયક સંસ્થાનો વિના દેશ આગળ ન વધી શકે. તેમણે કહ્યું કે પહેલાની સરકારોમાં બેંક ફ્રોડથી લઈને અન્ય તમામ મામલાઓ થયાં. અમે તેમના પર લગામ લગાવી છે અને મોટી રકમ ભાગી જનારાઓની સંપત્તિને જપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *