સ્પેશિયલ દિવસ : આજે રાજ્યસભા દિવસની ઉજવણી

આજે રાજ્યસભા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૧૯૫૨ માં રાજયોની પરિષદને રાજયસભાનું નામ અપાયું હતું.

 

૭૧ વર્ષ પહેલા રાજ્યસભા નામ આપવામાં આવ્યું હતું. તે વખતના રાજયોની પરિષદના વડા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને રાજયોની પરિષદ હવેથી રાજયસભા તરીકે ઓળખાશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ઉપલા ગૃહના ભૂતપૂર્વ અને વર્તમાન સભ્યોને શુભકામનાઓ પાઠવી છે. એક ટ્વીટમાં તેમણે જણાવ્યુ હતું કે દેશની લોકશાહીને મજબૂત કરવામાં અને દેશવાસીઓને નવો માર્ગ બતાવવામાં રાજ્યસભા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી તથા ગૃહના નેતા પિયુષ ગોયેલે પણ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *