પાપુઆ ન્યુ ગિનીમાં આજે સોમવારે વહેલી સવારે શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો હતો.
પાપુઆ ન્યુ ગિનીમાં આજે સોમવારે વહેલી સવારે શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ચર સ્કેલ્ટર પર આ ભૂકંપની તિવ્રતા ૭ ની નોંધાઈ હતી. અહેવાલો મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તટીય શહેર વેવાકથી ૯૭ કિલોમીટર દુર હતું. અમેરિકાની ભૂવૈજ્ઞાનિક સંસ્થાએ જણાવ્યું કે આ ભૂકંપના આંચકા બાદ જમીન ધસી જવાની શક્યતા છે. જો કે, આંચકા બાદ સુનામી આવવાની કોઈ સુચના જાહેર કરવામાં નથી આવી.