નર્મદા જિલ્લામાં જી-૨૦ થીમ આધારિત પોષણ પખવાડિયા અંતર્ગત નાંદોદ ખાતે કારોબારી અધ્યક્ષા અશ્વિનીબેન વસાવાની અધ્યક્ષતામાં “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું
નર્મદા જિલ્લામાં જી-૨૦ થીમ આધારિત પોષણ પખવાડિયા અંતર્ગત નાંદોદ ખાતે કારોબારી અધ્યક્ષા અશ્વિનીબેન વસાવાની અધ્યક્ષતામાં “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વિનીબેન વસાવાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા બાળકોના પોષણસ્તરને સુધારવા માટે સરાહનીય કામગીરી થઈ રહી છે. જેમાં આંગણવાડી કાર્યકરો સહિત માતા-પિતાની ભુમિકા પણ અતિમહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ ધાન્યમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું નિદર્શન કરીને બાળકોના આહાર તરીકે ઉપયોગમાં લેવા અંગે સમજણ પુરી પાડી હતી.સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવીને જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.