શેરબજારની ગાડી આજે પણ તેજીના પાટા પર સડસડાટ દોડી હતી. મહાવીર જયંતિની રજા બાદ આજે પણ ઓપન માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ ૫૮૨.૮૭ પોઇન્ટ એટલે કે ૦.૯૯ ના વધારા સાથે ૫૯૬૮૯ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૦.૯૧ ના વધારા સાથે એટલે કે ૧૫૯ ના વધારા સાથે ૧૭,૫૭ પર સ્થિર રહ્યો હતો. આ દરમિયાન એફએમસીજી, આઇટી અને ફાઇનાન્સશિયલ શેરની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. વધુમાં આજના કારોબારી દિવસ દરમિયાન સ્મોલકેપ શેરોમાં ખરીદદારી દેખાઈ હતી.
બજારમાં તેજી પાછળના કારણો પર નજર કરીએ તો વૈશ્વિક બજારમાં ખરીદીને મજબૂત સમર્થન અને ડોલર ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડા તથા ડોલર સામે રૂપિયામાં મજબૂતી અને એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇટીસી અને આઇસીએસ માં તેજીને પગલે શેર બજારમા તેજીના ચેતનવંતા પ્રાણ પુરાાયા હતા.