કોંગ્રેસની આગેવાનીવાળી ૧૪ પાર્ટીઓને મોટો ઝટકો

સુપ્રીમ કોર્ટે ઈડી-સીબીઆઈના દુરપયોગવાળી અરજી ફગાવી દેતાં વિપક્ષોને આ અરજી પાછી ખેંચવાની ફરજ પડી છે. 

 

કોંગ્રેસની આગેવાનીવાળી ૧૪ વિપક્ષી પાર્ટીઓએ ઈડી-સીબીઆઈના કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા કથિત દુરપયોગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ મામલે ઘટતું કરવાની સુપ્રીમને અપીલ કરી હતી જેની પર આજે સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે ઈડી-સીબીઆઈના દુરપયોગની ૧૪ વિપક્ષી પાર્ટીઓની અરજી ફગાવી દીધી છે જેથી કરીને તેમને તેમની અરજી પાછી ખેંચવી પડી છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશમાં રાજકારણીઓ માટે અલગ નિયમો ન હોઈ શકે, જેના કારણે આ અરજી પર સુનાવણી શક્ય નથી. વિપક્ષ વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આંકડા દર્શાવે છે કે ફરિયાદીની 885 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, સજા માત્ર ૨૩ માં હતી. આવી સ્થિતિમાં, ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીમાં, લગભગ અડધી તપાસ પૂર્ણ થઈ ગઈ હતી. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ૨૦૧૪ થી ૨૦૨૨ સુધીમાં ૧૨૧ રાજકીય નેતાઓની ઇડીએ તપાસ કરી હતી જેમાંથી ૯૫ % વિપક્ષમાંથી છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?

આના પર સુપ્રીમ કોર્ટે સિંઘવીને પૂછ્યું, શું આપણે આ આંકડાઓને કારણે કહી શકીએ કે કોઈ તપાસ કે કોઈ મુકદ્દમો ન થવો જોઈએ? “આખરે, એક રાજકીય નેતા મૂળભૂત રીતે એક નાગરિક હોય છે અને નાગરિક તરીકે આપણે બધા એક જ કાયદાને આધિન છીએ.”તમે કહો છો કે ઇડી ગુનાની ગંભીરતા અથવા શંકા હોવા છતાં ધરપકડ ન કરી શકે.આપણે તે કેવી રીતે કરી શકીએ ? ગુનાની ગંભીરતાને કેવી રીતે અવગણી શકાય ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *