ભારતે ઇસ્લામિક સંયુક્ત સંગઠન ઓઆઇસીના નિવેદનની આલોચના કરી છે.
રામનવમીના દિવસે કેટલાક રાજ્યોમાં થયેલી હિંસાના અનુસંધાનમાં ઓઆઇસીએ આપેલા નિવેદનના અનુસંધાનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આવા નિવેદનો તેમની સાંપ્રદાયિક વિચારધારા છતી કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ઓઆઇસીના નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. આ નિવેદન ભારત વિરોધી એજન્ડા દર્શાવે છે.