ક્રિકેટની સાથે કમાણીમાં પણ ધોનીનો દબદબો

એમ.એસ.ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લઈ લીધી હોય પણ તેનો દબદબો આજે પણ યથાવત છે.

ધોનીની લોકપ્રિયતાની સાથે તેની કમાણીનો ગ્રાફ પણ ટોચ પર છે. આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમ એસ ધોની ૨૦૨૨ – ૨૩ માં ઝારખંડમાં સૌથી વધારે ટેક્સ ભરનાર વ્યક્તિ બન્યો છે.

૨૦૨૨ – ૨૩ ના વર્ષમાં પણ ધોનીની આવક ગયા વર્ષ જેટલી જ રહી છે. ધોનીએ ૩૧ માર્ચે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે આવકવેરા વિભાગને ૩૮ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચુકવ્યો છે. ગયા વર્ષે ધોનીએ ૩૦ કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ ભર્યો હતો.

આમ આ વર્ષે પણ ધોની રાજ્યમાં સૌથી વધારે વ્યક્તિગત ટેક્સ ચુકવનાર વ્યક્તિ છે. ધોનીએ ભરેલા ૩૮ કરોડના એડવાન્સ ટેક્સ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો તેની આવક ૧૩૦ કરોડ રૂપિયાની આસપાસ ગણી શકાય.

ટેક્સ ભરવામાં ધોની વર્ષોથી સક્રિય રહ્યો છે. જેમ કે ૨૦૧૯ – ૨૦ માં ધોનીએ ૨૮ કરોડ રૂપિયા, ૨૦૧૮ – ૧૯ માં પણ ૨૮ કરોડ રૂપિયા ઈનકમ ટેક્સ પેટે ચુકવ્યા હતા. ૨૦૧૭ – ૧૮ માં ૧૨.૧૭ કરોડ રૂપિયા અને ૨૦૧૬ – ૧૭ માં તેણે ૧૦.૯૩ કરોડ રૂપિયા ટેક્સ ભર્યો હતો.

ધોનીએ સંખ્યાબંધ કંપનીઓમાં રોકાણ કર્યુ છે. રાંચી પાસે તેનુ ફાર્મ હાઉસ ૪૩ એકર જમીનમાં પથરાયેલુ છે. ધોની હાલમાં માત્ર આઈપીએલમાં રમે છે અને તે ચેન્નાઈ સુપરકિંગ્સનો કેપ્ટન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *