ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગની રોયલ્ટી ૨,૦૦૦ કરોડને પાર, જીઓ કેમિકલ મેપિંગ શરૂ કરાયું

ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM) એ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ ૨૨-૨૩ માટે રોયલ્ટી વસૂલાતમાંથી તેમને રૂ. ૨૦૭૦ કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં ૧૯ % નો વધારો જોવા મળ્યો છે. સંસ્થાના ઈતિહાસમાં આ સૌથી વધુ આવક નોંધાઈ છે. આ વધારાની આવક સરકારે નિર્ધારિત કરેલા લક્ષ્યોને પણ પાર કરી ગઈ છે. પારદર્શક, નવીનતમ અને ટકાઉ શાસનનો અમલ કરીને આયોગે ગુજરાતની ખનિજ સંપત્તિનો વિકાસ કર્યો છે.

જ્યારે FY૧૯-૨૦ અને FY૨૦-૨૧ માં કોવિડ અને અન્ય વ્યાપક આર્થિક પરિબળોને કારણે વૃદ્ધિ જોવા મળી હતી, FY૨૧ની આવક પાછલા વર્ષના રૂ. ૧૩૫૨ કરોડથી વધીને રૂ. ૧,૭૩૩ કરોડ થઈ હતી, જે ખાણકામ ઉદ્યોગમાં આવનારી તેજીનો સંકેત આપે છે. FY૨૧ અને FY૨૨ ની વચ્ચે, CGM એ તેની ટીમ, સરકારી અધિકારીઓ અને ખાણકામ ઉદ્યોગના સ્ટેકહોલ્ડર્સના સામૂહિક પ્રયાસોને કારણે તેના લક્ષ્યાંક કરતાં ઘણી વધારે એટલે કે રોયલ્ટી વસૂલતમાં 28% વૃદ્ધિ જોવા મળી છે.

CGM એ તેના ઇતિહાસમાં સૌથી વધુ રોયલ્ટીની આવક રૂ. ૨૦૭૦ કરોડને પાર કરી છે. તે ગત વર્ષની સરખામણીમાં ૧૯.૪૪ % વધારે છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં ૩૦ % છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચાઈના ક્લે, બિલ્ડીંગ સ્ટોન વગેરે જેવા ગૌણ ખનિજોનું યોગદાન સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં ૭૦ % છે.

આ ઉપલબ્ધિ પર, જીઓલોજી એન્ડ માઇન્સના આઉટગોઇંગ કમિશનર રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, “આ રોયલ્ટી કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટેના વિવિધ પગલાં અમલમાં મૂકવાનું પરિણામ છે. જેમ કે સિંગલ વિન્ડો સિસ્ટમ, માઇનિંગ લીઝ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન, સર્વેલન્સ માટે ટેક્નોલોજી અપનાવવી વગેરે. જો સમગ્ર ઇકોસિસ્ટમ એકસાથે ન રહી હોત તો આ શક્ય બન્યું ન હોત. આવનારા સમય માટે આ એક નાનો દાખલો છે અને ટકાઉ માઇનિંગ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાનું રાજ્ય સરકારનું વિઝન વધુ માઇનિંગ લીઝને મંજુરી તરફ દોરી જાય છે. અમે ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમમાંથી શ્રેષ્ઠ માપદંડોના ઉપયોગથી સંચાલન કરી રહ્યા છીએ, ઇ-ઓક્શન રૂટ્સનો અમલ કરી રહ્યા છીએ જે નદીની રેતીના વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે પારદર્શિતા અને જવાબદારી લાવે છે. અમે જીઓ કેમિકલ મેપિંગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય પણ છીએ.”

જીઓ કેમિકલ મેપિંગના ભાગ રૂપે, રાજ્યમાં આવતા કુલ ૨૩૬ ટોપોશીટ્સમાંથી 86 ટોપોશીટ્સ ૫૪૪૧૨ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લઈને પૂર્ણ થઈ છે; નમૂનાનાં વિશ્લેષણ અને મેપિંગ GSI ધોરણો મુજબ કરવામાં આવે છે. CGM રિપોર્ટ લખવા માટે અદ્યતન સિસ્ટમ્સ સર્ફર, નકશાની માહિતી અને જીઓસોફ્ટ મોન્ટાજ- જીઓકેમિસ્ટ્રી સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

CGMએ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણકામ ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોને આકર્ષ્યા છે. રાજ્યે નવા 12 લાઈમસ્ટોન અને બોક્સાઈટ મેજર મિનરલ બ્લોક્સ મૂક્યા છે જે રાજ્યમાં નવા ખાણકામ ઉદ્યોગોને આકર્ષિત કરશે. રાજ્યએ ૩૬૫ ગૌણ ખનિજ બ્લોક્સ પણ મૂક્યા છે, જે વ્યક્તિગત તેમજ નાના પાયે રોકાણકારોને આકર્ષિત કરશે. તેનાથી સ્ટાર્ટ-અપ્સ માટે નવી તકો ઊભી થશે અને રાજ્યમાં નવી રોજગારીનું સર્જન કરશે. તે આગામી વર્ષોમાં રોયલ્ટીની આવકમાં વધારો કરશે.

જીઓલોજી અને માઇનિંગ આયોગ વિશેઃ

ગુજરાત સરકારનું જીઓલોજી અને માઇનિંગ આયોગ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કામ કરે છે. તેનું કાર્યકારી મુખ્ય કાર્યાલય બ્લોક નં- ૧૫, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર- ૧૦, ગાંધીનગર ખાતે છે. તેની ૩૩ ખનીજ કચેરીઓ સંબંધિત જિલ્લાઓ (કચ્છમાં બે કચેરીઓ) ખાતે કાર્યરત છે. ખનિજ સંશોધન વર્તુળ કચેરીઓ વડોદરા, અમદાવાદ અને રાજકોટ ખાતે આવેલી છે. ફ્લાઈંગ સ્ક્વોડની કચેરીઓ સુરત, રાજકોટ અને કચ્છ ખાતે આવેલી છે, જે તમામ મુખ્ય કાર્યાલય, ગાંધીનગર ખાતેની ફ્લાઈંગ સ્કવોડ ઓફિસ સાથે સંકલિત છે. તેમાં કમિશનર, અધિક નિયામક, નાયબ નિયામકની કોર ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોર ટીમમાં ડિરેક્ટર્સ, સિનિયર ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂસ્તરશાસ્ત્રીઓ, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ સાથે તકનીકી અને ઓફિસ સ્ટાફનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *