કોરોનાને લઈને સ્થિતિ વણસતી હોય તેવું લાગી રહ્યું છે. દરરોજના કેસમાં વધારો આવી રહ્યો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની ઝપટે ચડેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૭,૩૯,૦૫૪ થઈ ગઈ છે. બીજી તરફ એક્ટીવ કેસની સંખ્યા વધીને ૨૫,૫૮૭ થઈ ગઈ છે. એટલું જ નહી કોરોના સંક્રમણ છેલ્લા ૨૪ કલાકમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ૨ – ૨ અને કેરળ અને પંજાબમાં ૧ – ૧ દર્દીને ભરખી પણ ગયું છે. ત્યારે સત્તાવાર આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫,૩૩૫ નવા કેસ જોવા મળ્યા છે. આ કેસો ૧૯૫ દિવસ પછી ઘણા કેસ જોવા મળ્યા છે. જેનેલઈને તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.
આવી સ્થિતિ વચ્ચે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષે જેવી જ હોવા અંગે IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે આશંકા વ્યક્ત કરી હતી. વધુમાં આગામી ૨ મહિનામાં કોરોનાના ૧૫ હજારથી ૨૦ હજાર કેસ દરરોજ સામે આવે તેવું જોખમ પણ વ્યક્ત કર્યું છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, સૌથી ગાણિતિક મોડલ કોરોનાની સ્થિતિને સમજવામાં ઉપયોગી નીવળી શકે છે. આના આધારે અત્યાર સુધી તે કોરોના વિશે સચોટ આગાહી કરી રહ્યો છે. હવે એવા કિસ્સાઓ નથી આવી રહ્યા કે તેમના મોડલ તેને પકડી શકે. તેણે એમ પણ કહ્યું, ‘અત્યાર સુધી આ મોડલનો ઉપયોગ કરવાની જરૂર જણાતી ન હતી. પરંતુ હવે સ્થિતિ બેકાબુ બની રહી છે.
પ્રોફેસર અગ્રવાલ:-
કોરોનાના કેસના સંસોધનમાં કેસનું મુલ્યાકન કરતા કેસ ઝડપથી વધવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલા માટે શક્ય છે કે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષ જેવી ઉભી થઈ શકે છે. ખાસ વાતએ છે કે આગામી ૨ મહિનામાં કોરોનાના ૧૫ હજારથી ૨૦ હજાર કેસ આવે તો નવાઈ નહી ! તેમણે કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો એ સંકેત છે કે લોકોની કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.