રાજય સરકારે સ્ટેમ્પ ડયુટી ચુકવવાની ફ્રેન્કીંગ મશીન પદ્ધતિ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ, સ્ટેમ્પ ડયુટી ચુકવવાની ફ્રેન્કીંગ પદ્ધતિ ૩૦ જુન ૨૦૨૩ થી બંધ કરવાનો અને ફ્રેન્કીંગ મશીનમાં એક એપ્રિલ ૨૦૨૩ પછી પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ આ સંદર્ભે વિવિધ રજુઆતોના પગલે જાહેર જનતાના હિતમાં, નિતિ વિષયક નિર્ણય લેતા રાજય સરકારે ફ્રેન્કીંગ મશીન પદ્ધતિ ચાલુ રાખવાનો તથા ફ્રેન્કીંગ પરવાનેદારોને ફ્રેન્કીંગ મશીનમાં પ્રિપેઇડ બેલેન્સ મોડ કરી આપવાની મંજુરી આપી છે. જો કે, ફ્રેન્કીંગ પરવાનેદારોને એક દસ્તાવેજ પર ફક્ત ૧૦,૦૦૦ રૂપિયા સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની શરતે મંજૂરી અપાઇ છે.