ઈઝરાયલના તેલ અવીવમાં થયો આતંકી હુમલો, એક પ્રવાસીનું મોત, અનેક લોકો ઘાયલ

ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

પોલીસના જવાબી ફાયરિંગમાં આતંકવાદી થયા ઠાર

૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે એક શંકાસ્પદ વ્યક્તિએ અનેક લોકોને ટક્કર મારી હતી. ત્યારબાદ પોલીસે આતંકવાદીને ઠાર માર્યો હતો.  જોકે, ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો.

પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આતંકી હુમલા પછી તમામ રિઝર્વ બોર્ડર પોલીસને બોલાવવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તેઓ સુરક્ષા બળોના નિર્દેશોનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *