રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ ઇસ્ટરની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રમુખ દ્રૌપદી મુર્મુએ ઇસ્ટરની પૂર્વ સંધ્યાએ ભારત અને વિદેશમાં રહેતા તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેણીએ કહ્યું, આ તહેવાર પ્રેમ અને કરુણાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ઇસુ ખ્રિસ્તે સત્ય અને ન્યાય માટે પોતાના જીવનનું બલિદાન આપીને પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઇસુ ખ્રિસ્તનું જીવન કરુણા અને બલિદાનનું આદર્શ ઉદાહરણ છે. રાષ્ટ્રપતિએ દરેકને ઇસુ ખ્રિસ્તના મૂલ્યોને અપનાવીને સમાજમાં પ્રેમ અને સંવાદિતા ફેલાવવા અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકોને ઈસ્ટરની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશમાં, તેમણે કહ્યું કે, ઇસ્ટરનો ગૌરવપૂર્ણ પ્રસંગ ભગવાન ખ્રિસ્તના પુનરુત્થાનની યાદમાં માનવવામાં આવે  છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, તે પ્રેમ, કરુણા અને ક્ષમાની પરિવર્તનશીલ શક્તિની યાદ અપાવે છે. ઉપરાષ્ટ્રપતિએ ઈચ્છા વ્યક્ત કરી કે ઈસ્ટરની ભાવના સૌને નજીક લાવે છે સંવાદિતા અને શાંતિ સ્થાપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *