ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા વધઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓનો સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના ૨૬૦ પોઝીટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં આજે ગઇકાલ કરતાં કોરોના કેસોમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૨૬૦ કેસ નોંધાયા છે. આજે સૌથી વઘુ અમદાવાદમાં ૮૩ કેસ નોંઘાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા ૨૦૫૬ પર પહોંચી છે. આ તરફ કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં ૧-૧ દર્દીના મોત થયા.
ગઈકાલે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના ૩૨૮ પોઝીટિવ કેસ નોંધાયા હતા. જોકે આજે મોટા ઘટાડા સાથે તે આંકડો ૨૬૦ કેસ પર પહોંચ્યો છે.