ફાંટાબાજ કુદરતની કરામતથી એપ્રિલ શરૂ થઈ ચૂક્યો હોવા છતાં ગુજરાતમાંથી માવઠાની આફત હજુ ટળી નથી.
આવતીકાલથી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ગુજરાતમાં એક બાજુ ગરમી તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ૫ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.