રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી.
ગુજરાત રાજ્યમાં ગરમીમાં પણ વધારો થયો છે. આ તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ સર્જાશે. આ તરફ ૨ દિવસ અમદાવાદમાં હિટવેવની આગાહી કરાઇ છે. જેને લઈ ૧૫ અને ૧૬ એપ્રિલે શહેરનું તાપમાન ૪૧ ને પાર પહોંચી નોંધાઈ શકે છે.