આજે સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ શરુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પોંડીચેરીના ગવર્નર તમિલ સાંઈ સોદરાજનની હાજરીમાં આ કાર્યક્રમ શરુ થશે.
આજે સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ શરુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પોંડીચેરીના ગવર્નર તમિલ સાંઈ સોદરાજનની હાજરીમાં આ કાર્યક્રમ શરુ થશે. હજાર વર્ષ પછી સોમનાથની ભૂમિ સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિની સાક્ષી બનશે.
આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તમિલનાડુથી આવેલા તમિલ લોકોની વિશેષ ટ્રેન વેરાવળ ખાતે આવી પહોંચી છે. વેરાવળ ખાતે તેમનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે ૧૧:00 કલાકે રાજનાથ સિંહ કાર્યક્રમની શરૂઆત કરાવશે. આગામી ૧૫ દિવસ સુધી આ કાર્યક્રમ વિવિધ તબક્કામાં યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિના મિલનના દ્રશ્યો ફરી એક વખત નજર સમક્ષ તરવરશે.
તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ ૩૦ એપ્રિલ સુધી યોજાશે.