ઉત્તર કોરિયાએ આજે સવારે મિસાઈલનું પરીક્ષણ કર્યુ હતુ. આ મિસાઈલ મધ્યમ અંતર તેમજ લાંબા અંતરના લક્ષ્યને સાધી શકે છે.
કોરિયાઈ દ્વીપકલ્પના પૂર્વીય કિનારાથી આ બેલેસ્ટિક મિસાઈલ છોડીવામાં આવી હતી. જાપાનના રક્ષા મંત્રી યાસુકાઝુ હમાદાએ કહ્યું કે આ મિસાઈલ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ-ICBMનું એક પ્રકાર હોઈ શકે છે. તેમણે કહ્યું કે મિસાઈલ જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર પડી હતી. જાપાન સરકારે દેશના ઉત્તરીય ક્ષેત્રના હોક્કાઈડોના રહેવાસીઓને ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રક્ષેપણથી બચવા માટે સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપી.