રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે. ગઈ કાલે ચુરુ અને ફલોદીમાં મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયપુર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બપોરે જોધપુર, બિકાનેર, અજમેર વિભાગ અને શેખાવતી ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. જોધપુર અને બિકાનેર વિભાગમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ગંભીર ધૂળનું તોફાન આવી શકે છે.
આવતીકાલે જોધપુર, બિકાનેર, ઉદયપુર, અજમેર, જયપુર અને ભરતપુરમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આકરી ગરમીના કારણે બિહારના ૨૩ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. શેખપુરા જિલ્લામાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ૪૮ કલાક દરમિયાન પટના, ઔરંગાબાદ અને નવાદા સહિત છ જિલ્લાઓમાં હીટ વેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આકરી ગરમીના કારણે બિહારના ૨૩ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. શેખપુરા જિલ્લામાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ૪૮ કલાક દરમિયાન પટના, ઔરંગાબાદ અને નવાદા સહિત છ જિલ્લાઓમાં હીટ વેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીની લહેર યથાવત રહેશે. પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, ઓડિશા અને ઝારખંડના ગંગાના વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મેદાનોના મોટા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની ધારણા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં આગામી બે દિવસમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતની સ્થિતિ વિકસી રહી છે. આગામી ચાર દિવસમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે.