સમલૈગિક લગ્નને માન્યતા આપવાની માંગણી કરતી અરજી પર સુપ્રિમ કોર્ટમાં પાંચ જજોની ખંડપીઠ સુનવણી કરશે

સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટીસ ડૉ. ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠ સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવાની માગણી સાથે થયેલી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.

વર્ષ ૨૦૧૮ માં સમલૈંગિક લગ્નોને  અપરાધની શ્રેણીમાં દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ  કેન્દ્ર સરકારે ગઇ કાલે સોગંદનામુ દાખલ કરીને સમલૈંગિક વિવાહ સામે વિરોધ વ્યક્ત કરીને સમલૈંગિક વિવાહ મુદ્દે થયેલી તમામ અરજીઓ રદ કરવાની માંગણી કરી હતી.  જોકે વકીલ  કપિલ સિબ્બલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ મુદ્દે રાજ્યોની દલીલો પણ સાંભળવામાં આવે. સોલીસીટર જનરલ  દલીલ કરી હતી કે પ્રથમ તે મુદ્દે બહસ થવી જોઇએ કે  આ મુદ્દે ચર્ચા માટે સંસદ યોગ્ય ફોરમ છે કે કોર્ટ. તેમણે આ મુદ્દો સંસદ પર છોડી દેવા રજૂઆત કરી હતી. જોકે કોર્ટે સૌ પ્રથમ અરજદારને સાંભળવા નિર્ણય લીધો હતો. અરજદારના વકીલ મુકુલ રોહતગીએ પણ દલીલ કરી હતી કે તેમનાઅસીલને આ મુદ્દો કોર્ટમાં ઉઠાવવાનો અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *