સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. હવે સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીટાસ્કિંગ સ્ટાફ પરીક્ષા અને CHSLE પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે. આ નિર્ણયથી ભાષા અવરોધના ગેરલાભ વિના દરેક યુવાનો માટે સમાન સ્પર્ધાનું વાતાવરણ ઊભું થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આ નિર્ણયને આવકાર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પ્રાદેશિક ભાષાઓ તરફ અમારો ભાર અને અમારા યુવાનોને તેમના સપના પૂરા કરવા માટે એક વ્યાપક વાતાવરણ આપવાનો પ્રયાસ પૂરા જોશ સાથે ચાલુ છે.