ગુજરાતમાં કોરોના વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રોજ ૩૦૦ ની આસપાસ કેસ આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના ૩૩૧ પોઝીટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં ૧૩૦ કેસ નોંધાયા
આજે ગુજરાતમાં કોરોનાના નવા કેસ ૩૩૧ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૦ કેસ નોંધાયા છે. વડોદરામાં ૨૮ તેમજ સુરતમાં ૪૩ રાજકોટમાં ૬ તેમજ ગાંધીનગરમાં ૧૧ નવા કેસ નોંધાયા છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાથી કોઈ પણ મૃત્યું થયું નથી.
૩૮૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના ૩૩૧ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૮ % નોંધાયો છે. તેમજ આજે ૩૮૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં ૨૦૪૨ કોરોનાના એક્ટિવ કેસ છે તેમજ ૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે.
કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ – ૧૯ ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.