ડોમેનિક રાબે તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી દીધા છે.
બ્રિટનના ઉપ પ્રધાનંત્રી ડોમેનિક રાબે રાજીનામું આપ્યું છે. પૂર્વ કર્મચારીઓએ ગયા વર્ષે નવેમ્બરમાં તેમના બ્રિટનના ઉપ પ્રધાનંત્રી ડોમેનિક રાબ પર આરોપ મુક્યા હતા કે, તેમણે ડરનો માહોલ ઊભો કર્યો છે. ડોમેનિક રાબ વિરુદ્ધ બે ફરિયાદ કરવામાં આવી હતી. ડોમેનિક રાબે તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી દીધા છે અને સઘન તપાસ માટે આગ્રહ કર્યો છે. ડોમેનિક રાબે રાજીનામામાં જણાવ્યું છે કે, તેમના પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે, તે તદ્દન ખોટા છે. જેના કારણે સારું શાસન ચલાવવા માટે એક ખોટી મિસાઈલ રજૂ થશે.
પ્રધાનમત્રી ઋષિ સુનકે ઓક્ટોબરમાં પદભાર સંભાળ્યો હતો, ત્યાર પછી ડોમેનિક રાબને ઉપ પ્રધાનમંત્રી અને ન્યાયમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. અગાઉ પ્રધાનમંત્રી ઋષિ સુનકે જાન્યુઆરીમાં ટોરી પાર્ટીના અધ્યક્ષ નાદિમ જાહવીને પદ પરથી દૂર કર્યા હતા. જાહવી પર આવક સંબંધિત મામલે મંત્રી સ્તરીય સંહિતાનો ઉલ્લંઘન કરવા બાબતે આરોપ મુકવામાં આવ્યો હતો.