ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. અમૃતપાલ છેલ્લા એક મહિનાથી ફરાર હતો.
ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે મોગા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. અમૃતપાલ સિંહ અજનાલા ઘટના બાદથી ફરાર હતો. છેલ્લા એક મહિના દરમિયાન પંજાબ પોલીસે અમૃતપાલ સિંહને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો.
અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવશે. આ એ જ જેલ છે જ્યાં તેના ઘણા સાથીઓને પણ રાખવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારી કાર્યવાહીમાં અવરોધ, શાંતિ ભડકાવવા જેવા અનેક ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહે શનિવારે મોડી રાત્રે મોગા પોલીસની સામે સરન્ડર કર્યું હતું.
૧૮ માર્ચથી ફરાર અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નેપાળ પોલીસે પણ તેને તેમના સર્વેલન્સ લિસ્ટમાં રાખ્યો હતો. કારણ કે વચ્ચે સમાચાર આવ્યા હતા કે અમૃતપાલ નેપાળ થઈને પાકિસ્તાન ભાગી જવાની તૈયારીમાં છે.