વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુયાનાના વિદેશમંત્રી સાથે પાંચમી ભારત ગુયાના સંયુક્ત સમિતિની સહ અધ્યક્ષતા કરી.
બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે કૃષિ, ઉર્જા, સ્વાસ્થ્ય અને ફાર્મા ક્ષેત્ર સહિત રક્ષા સહયોગ, પાયાના વિકાસ કાર્યો સહિત અનેક મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા થઈ. આ દરમિયાન બંને દેશ વચ્ચે પ્રવાસન વધારવાની સાથે હવાઈ કનેક્ટીવિટી વધારવા અંગે હસ્તાક્ષર કરવામાં આવ્યા. વિદેશમંત્રી એસ. જયશકરે અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે આગામી દિવસોમાં ગુયાના સાથે સંબંધ વધારવામાં આવે સાથે જ વ્યાપારીક સંબંધમાં પણ સુચારો કરવામાં આવે. આ સાથે જ વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુયાનાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરી. જેમાં તેમણે ગુયાનાના રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ આપ્યો.