રાજ્યમાં ફરી કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે. તો આ મહિનાના અંતમાં હિટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. ૨૬ અને ૨૭ એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ ઉત્તર પશ્ચિમનાં પવન ફુંકાતા હવામાન વિભાગે આગાહી કરી છે. ૨૪ અને ૨૫ એપ્રિલે હીટવેવની પણ શક્યતા જોવા મળી રહી છે. આગામી ૩ થી ૪ દિવસમાં તાપમાનમાં ૩ ડિગ્રી સુધી વધારો થશે. ત્યારે મોટા ભાગના જિલ્લામાં તાપમાન ૪૧ થી પાર થવાની શક્યતા છે.
રાજ્યમાં આગામી ૨ દિવસ હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફુંકાયા છે. આગામી ૩ થી ૪ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી વધી જશે. મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રી પહોંચવાનું અનુમાન છે. જેમાં આગામી ૨ દિવસ કચ્છમાં હિટવેવની આગાહી. તેમજ ૨૬ અને ૨૭ એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે.