અતીક-અશરફની હત્યા બાદ પહેલી વાર જાહેરમાં બોલ્યાં સીએમ યોગી આદિત્યનાથ

અતીક-અશરફની હત્યા બાદ શામલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર કરતાં સીએમ યોગી આદિત્યનાથે એક મોટું નિવેદન આપ્યું હતું.

યુપીમાં શામલીમાં  સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર શરુ કરતાં સીએમ યોગી આદિત્યનાથ કહ્યું કે યુપીમાં માફિયાઓની ગરમી શાંત થઈ ગઈ છે. તેમના પર આંસુ વહાવનાર કોઈ બચ્યું નથી. સીએમ યોગીના આ નિવેદનને માફિયા અતીક અહેમદ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ અંતિમ સંસ્કારમાં અતિક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન સહિત પરિવારના કોઇ સભ્યો હાજર રહી શક્યા નહોતા. સીએમ યોગીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા પોતાના ભાષણની પણ યાદ અપાવી હતી.

કૈરાનાની મુલાકાતનું આપ્યું ઉદાહરણ 

સીએમ યોગીએ કહ્યું કે હું કૈરાના ગયો હતો. ત્યાં મેં એક ૬-૭ વર્ષની છોકરીને પૂછ્યું, શું તું સુરક્ષિત છે? તેણે કહ્યું કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. મેં પૂછ્યું, તને ડર લાગે છે? “જ્યારે બાબા મુખ્ય પ્રધાન છે ત્યારે શા માટે ડરવું જોઈએ? બાળકોમાં આ આત્મવિશ્વાસ વધ્યો છે. તેથી, મેં કહ્યું કે કૈરાનામાં પરિસ્થિતિ બદલવી જ જોઇએ. “હું અહીં એ કહેવા આવ્યો છું કે યુવાનોના હાથમાં ટેબલેટ હોવું જોઈએ. આ માટે સરકાર ૨ કરોડ યુવાનોને ટેબલેટ આપવાનું કામ કરી રહી છે. આપણા મંદિરોમાં અને શહેરો અને ગામડાઓમાં ભજન સંધ્યાના કાર્યક્રમો થવા જોઈએ. મુખ્યમંત્રી પ્રવાસન સ્થળ યોજના અંતર્ગત દરેક યાત્રાધામના બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે આજે વેપારીઓ પાસેથી કોઈ ખંડણી માંગવાની હિંમત કરતું નથી. માફિયાના આતંક પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *