કોચીમાં આવેલ INS ગરુડ નેવલ એર સ્ટેશન પર ઉતાર્યા બાદ વડાપ્રધાન મોદીએ કોચીમાં પરંપરાગત પોશાકમાં રોડ શો કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાતે પહોંચ્યાં હતા.આ ૨ દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી કેરળમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. વધુમાં ખ્રિસ્તી સમુદાયના પાદરીઓ સાથે બેઠકમાં પણ જોડાશે. આ દરમિયાન આજે તેઓ કોચીમાં આવેલ INS ગરુડ નેવલ એર સ્ટેશન પર ઉતાર્યા હતા. કોચીમાં પરંપરાગત પોશાકમાં મોદીએ રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પગપાળા સ્વાગત માટે ઉભેલા મોટી સંખ્યામાં લોકોનું અભિવાદન જીલ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગની સાઈડમાં ઉભેલા લોકો સાથે હાથ ઊંચા કરી અભિવાદન કરતાની સાથે જ પુષ્પવર્ષા થઈ હતી. મહત્વનું છે કે વડાપ્રધાનની મુલાકાત માટે શહેરમાં ૨,૦૬૦ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. આ દરમિયાન કોચીમાં યુવમ કોન્ક્લેવને મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે જ્યારે કોઈ મિશન વાઈબ્રન્ટ બને છે ત્યારે તેની પાછળ વાઈબ્રન્ટ યુવાનોની ઉર્જા હોય છે